વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામેની સગર્ભાને ઇમરજન્સી સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી. વિગત જાણે એમ છે કે, 108 વાંકાનેરના માટેલ ગામનો પ્રસૂતિ માટેનો કેસ મળ્યો હતો. જેથી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક માટેલ ગામમાં પહોંચી હતી. ત્યાંથી પ્રસુતાને લઈને જતા રસ્તામાં જ છરીબાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ઈએમટી પ્રવીણભાઈ મેર અને પાયલોટ રાજદીપસિંહ જાડેજાએ સફળતાપૂર્વક પ્રસૂતિ કરી હતી. આમ પ્રસૂતાની 108માં જ સફળતાપૂર્વક પ્રસૂતિ થઈ હતી. પ્રસૂતિ બાદ માતા અને બાળક બંને સ્વસ્થ છે. તેમજ તેઓને વધુ સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.