મોરબી શહેર યુવા ભાજપ દ્વારા યુવાનોને ભાજપમાં જોડવામાં આવ્યા મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા યુથ ચલા બુથ અભિયાન અંતર્ગત મોરબી શહેરના યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલ કાર્યકરોને સાથે લઈને વોર્ડ નંબર 10નાં નવયુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મિત્ર તરીકે જોડવામાં આવ્યા હતા. જેમાં મોરબી નગરપાલિકાના ચેરમેન કેતનભાઈ વિલપરા, રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા, મહેશભાઈ ઘોડાસરા, મોરબી જિલ્લા યુવા મોરચા પ્રભારી રામભાઇ ગઢવી, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી શહેર યુવા ભાજપની ટીમ તેમજ યુવા મોરચાના કારોબારી સભ્ય આનંદભાઈ ઘોડાસરા તેમજ કૌશિકભાઈ મારવાણીયા હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..