ગુજરાતભરમાંથી ટોપ 5 રેન્ક મેળવનાર બાળકોનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન મોરબી : એડ્યુટર એપ દ્વારા સંસ્કૃત ભાષા ઉત્સવ અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કિવઝમાં ગુજરાતભરમાંથી ટોપ 5 રેન્ક મેળવનાર બાળકોનું શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન થશે.આ ક્વિઝમાં મોરબી જિલ્લાના કુંતાસી ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ રેન્ક મેળવ્યા છે. ભારતના 23 રાજ્યોમાં ઓપન એજ્યુકેશન પ્લેટફોર્મ તરીકે કામ કરતી એડ્યુટર એપ દ્વારા તાજેતરમાં શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી સંસ્કૃત ભાષા ઉત્સવ અને શ્રીમદ્દ ભગવદ્ ગીતા ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને ક્વિઝમાં ગુજરાતભરમાંથી ટોપ 5 રેન્ક મેળવનાર બાળકોનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે.જેનું પરિણામ આજ રોજ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાના કુંતાસી ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યુ છે.સંસ્કૃત ઉત્સવ ક્વિઝમાં સોઢીયા પૂજાએ સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ તેમજ બસીયા વિણાએ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ક્વિઝમાં સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવી કુંતાસી ગામનું નામ રોશન કર્યુ છે.પ્રાથમિક શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીએ આ બન્ને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું.તેઓએ આ પ્લેટફોર્મ પર 500 ફોલોઅર્સ પૂર્ણ કરતાં એડ્યુટર એપ દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.બેચરભાઈએ વિવિધ વિડિયો,પીડીએફ,મટીરીયલ્સ અને ક્વિઝ આ એપ પર અપલોડ કર્યા છે.હાલ આઠસોથી વધુ બાળકો તેમને ફોલો કરીને એડ્યુટર એપ પર અભ્યાસ કરી રહ્યા છે.ટૂંક સમયમાં આ બંને વિદ્યાર્થીનીઓને ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માનિત કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..