મોરબી: ટેકાના ભાવે મગફળીની ખરીદી અચાનક બંધ કરી દેવામાં આવી હોય જે અંગે ફેર વિચારણા કરી ખરીદી પૂન:શરૂ કરવા ભારતીય કિસાન સંઘે તંત્રને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે મગફળીની ખરીદી જ્યારે બંધ કરવામાં આવી ત્યા સુધીમાં ટંકારા તાલુકાના 370 ખેડૂતો અને મોરબી જિલ્લામાંથી 204 ખેડૂતો આવેલા હતા.જ્યારે ખરીદી બંધ કરવામાં આવી તેના આગલા દિવસે પણ લગભગ ૧૮ થી ૨૦ જેવી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. આમ ખેડૂતો નિગમને પોતાનો જથ્થો વેચવા માટે ઉત્સાહી હોય તેમ છતાં આવો નિર્ણય લેવાતા ખેડૂતોમાં નારાજગી છે. નિયમ મુજબ મગફળી ખરીદીના 90 દિવસો પણ પુરા થયા નથી.ત્યારે ખરીદી પુન:શરૂ કરવા ભારતીય કિસાન સંઘે માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..