લોકોને સાથે ત્રીજી લહેરના ભણકારા સામે આગમચેતી અપાઈ મોરબી : કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો નોંધાતા મોરબીના નહેરુ ગેટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિ:શુલ્ક માસ્ક વિતરણ કરવામા આવ્યું હતું.તેમજ ત્રીજી લહેરના ભણકારા સામે સાવચેત રહેવા સમજાવવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા,મોરબી શહેર પ્રમુખ ભવદીપસિંહ ઝાલા,મોરબી જિલ્લા આઈ.ટી.પ્રમુખ પ્રદીપ ભોજાણી,મોરબી યુવા સંગઠનમંત્રી પીયૂષભાઈ કાવર તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના હાર્દ સમા વિસ્તાર નહેરુ ગેટે નિ:શુલ્ક માસ્ક વિતરણ કરવામા આવ્યું હતું. અત્યારના સમયમાં મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે.તેથી આમ આદમી પાર્ટી મોરબી દ્વારા માસ્ક વિતરણ કરી અને જનતાને આ કોરોના મહામારી સામે કાળજી રાખવાનું સમજવામાં આવ્યું હતું.આવનારા દિવસોમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે.તેથી અગાઉથી જ સાવચેત રહેવા મોરબી જિલ્લાની જનતાને આહવાન આમ આદમી પાર્ટી મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..