પ્રેમલગ્નનો ખાર રાખી બે શખ્સોએ યુવક ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદમાં સતવારા સમાજની વાડી પાસે તને હળવદમાં આવવાની ના પાડી છતાં કેમ આવ્યો કહી યુવકને લમધાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે યુવકે એક આરોપીની બહેન સાથે પ્રેમલગ્ન કરતા આ બાબતનું મનદુઃખ રાખીને બે શખ્સોએ યુવક ઉપર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આસારામભાઇ સોંડાભાઇ ચાવડા (ઉ.વ.૩૦ ધંધો-કેટરીંગ રહે હનુમાનાજીના મંદીર પાસે,રામનગર, ખારીવાડી, હળવદ)એ આરોપીઓ પ્રભાતભાઇ ઉર્ફે ટેગો લક્ષ્મણભાઇ સુરેલા (રહે.પંચમુખી ઢોરે હળવદ), ભરતભાઇ ઘનશ્યામભાઇ સુરેલા (રહે-પીરની દરગાહપાસે ખારીવાડી હળવદ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ના રોજ ફરિયાદીએ એક આરોપીની બહેન સાથે લવ-મેરેજ કરેલ હોઇ જે બાબતનો ખાર રાખી ફરીયાદી પોતના ભાઇના ઘરે રાંદલનો પ્રસંગ હોઇ પોતાના સતવારા સમાજની વાડીમા ગેટ પાસે ઉભેલ હોય ત્યારે બન્ને આરોપીઓ પોતાના હાથમા લાકડાના ધોકાઓ લઇને આવી ફરીયાદીને તને હળવદમા આવવાની ના નથી પાડી તેવુ કહી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને આરોપીઓએ ફરીયાદીના બન્ને પગમા ધોકા વડે માર મારી જમણા પગમા ફેક્ચરની ઇજા પહોંચાડી હતી. આ બનાવની ફરિયાદને પગલે પોલીસે બન્ને આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..