મોરબી : મોરબીમાં મહિના અગાઉ ખાતમુહુર્ત થયેલા હીરાસરી માર્ગનું કામ સત્વરે ચાલુ કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે હીરાસરી માર્ગનું ખાતમુહૂર્ત મોરબીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દ્વારા મહિના અગાઉ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત થયાને એક મહિનાથી વધુ સમય વિતવા છતાં હજુ સુધી માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી.આ ઉપરાંત મંત્રીના હસ્તે આવા અનેક ખાતમુહૂર્ત થયા છે.તેમાંના ખૂબ ઓછા કામો ચાલુ થયા છે.લોકો આ રોડની કામગીરી ચૂંટણી નજીક આવશે ત્યારે થશે તેવું માની રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ મુજબ આ રોડનું કામ વહેલામાં વહેલી તકે શરૂ કરવા ઉગ્ર રજૂઆત કરી છે.અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની ફરજ પડશે તેમ અંતમાં ચીમકી ઉચ્ચારી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..