માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને ખાનગી બી.એડ.કોલેજ અને લો કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કીટ અર્પણ કરી મોરબી : ખાનગી બી.એડ.કોલેજ અને લો કોલેજના વિદ્યાર્થીઓએ સ્તુત્ય પગલું ભરી નવા વર્ષની ઉજવણી પાછળ નિરર્થક ખર્ચ કરવાને બદલે માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓને શૈક્ષણિક કીટ આપી ઉજવણી કરી હતી.શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે જ્યારે વર્ષ 2021 વિદાઈ લઈ રહ્યું છે અને અંગ્રેજી નૂતન વર્ષનું આગમન થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા લોકો પોતાના માટે મોજ મજા કરીને નૂતન વર્ષની ઉજવણી કરતા હોય છે.પરંતુ ખાનગી બી.એડ.કોલેજ કોલેજમાં શિક્ષક બનવા માટે,લો કોલેજમાં કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરતા અને વકીલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી બચત કરી હતી.જેમાંથી માધાપરવાડી કન્યા શાળામાં ધો.7 અને 8માં અભ્યાસ કરતી 120 બાળાઓને પેડ,ચોપડો,ફૂટપટ્ટી,કલર બોક્સ,પેન્સિલ,રબર સંચો,પાઉચ,પેન વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરી નૂતન વર્ષની પ્રેરણાદાયી અને પ્રેરક ઉજવણી કરી સ્તુત્ય પગલું ભર્યું હતું.આ બદલ શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તમામ યુવા વિદ્યાર્થીઓનો આભાર પ્રકટ કર્યો હતો અને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..