અનેક શાળામાં કમિટી બની જ નથી, જ્યાં બની ત્યાં અમલવારી જ નથી મોરબી : મોરબીમાં ઓફલાઇન શિક્ષણ મોંઘુ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા 9 કેસોમાંથી 7 કેસ તો વિદ્યાર્થીઓના છે. હાલ તમામ શાળાઓમાં કોવિડ કેર કમિટી બની હોવાનો તંત્રએ દાવો તો કર્યો છે. પણ વાસ્તવિકતા એવી છે કે અનેક શાળાઓમાં હજુ કમિટી બની નથી અને જ્યા બની છે ત્યાં ચુસ્ત અમલવારી થતી નથી. મોરબી જિલ્લામાં 30 જુલાઈના રોજ કોરોનાનો છેલ્લો કેસ આવ્યો હતો.તે પછી 100 દિવસ નિરાંત રહ્યા બાદ નવેમ્બરમાં શરૂઆતમાં પાંચ કેસ આવ્યા હતા.બાદમાં એક મહિના સુધી કોરોના મુક્ત રહ્યા બાદ હવે ફરી મોરબી જિલ્લામાં કોરોનાએ ફુંફાડો માર્યો છે. આથી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાવચેત બનીને કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે. આ અંગે એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે,હવે કંટેન્મેન્ટ ઝોનમાં વધારો કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાશે. હાલ જે જે કેસ આવ્યા છે ત્યાં કંટેન્મેન્ટ ઝોન કરી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ તમામ ઘરોમાં સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે શાળાઓમાં જે કેસ શરૂ થયા છે. તેમાં પણ કોરોના ટેસ્ટીગ વધારી દેવાયું છે. હવે નિયમિત ટેસ્ટિંગ 1100 જેવું થઈ ગયું છે. જિલ્લા શિક્ષણધિકારી બી.એમ સોલંકીએ જણાવ્યું હતું કે, ધો. 1થી 12 માં સરકારી શાળામાં 96.45 ટકા વિદ્યાર્થીઓની હાજરી છે અને ખાનગી શાળામાં હજુ 73 ટકા જેવી વિદ્યાર્થીઓની હાજરી છે. જો કે હાલ ઓનલાઈન અભ્યાસ કરતા બાળકોની હાજરીની કોઈ જોગવાઈ નથી.પરંતુ ઓફલાઇન શિક્ષણ ચાલુ હોય શાળામાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા ગણવામાં આવે છે. જો કે તમામ શાળાઓમાં તેઓએ કોવિડ કેર કમિટી બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે.પણ ઘણી શાળામાં આવી મહત્વની કમિટી બની ન હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જ્યાં કમિટી બની છે ત્યાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે કોઈ ચેકીંગ કરવામાં આવતું નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..