મોરબી : મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હેલીકોપ્ટર ગોઝારા અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત સહિત શહિદ થયેલા 13 જવાનોને ભાવ ભીની શ્રદ્ધાંજલી આપી હતી. આ કાર્યકમ સંસ્થા મિકેનિકલ વિભાગ સેમ.-6ના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના જીમખાનાના ટીમ દ્વારા સંસ્થાના આચાર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ યોજાયો હતો. મોરબીની સંસ્થા લગધીરજી એન્જિનિયરિંગ કોલેજ (ડિપ્લોમા)ના પ્રાંગણમાં સંસ્થાના મિકેનિકલ વિભાગના સેમ-6ના વિદ્યાર્થીઓ લહેરૂ રીતેષ, પટેલ જયમિન, હડિયલ દિવ્યેશ, રાજગોર સૌરભ, વૈષ્ણવ કેયૂર, માકસાણા ઓમનિષ, યાદવ રાકેશ સાથે મળી સંસ્થાની જીમખાના ટિમના સભ્યો અને વ્યાખ્યાતા રાજદીપસિંહ ચાવડા, આશિતા પરિખ, યોગેશ સતાપરા, હાર્દિક ચનિયારા દ્વારા આચાર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ ગત તા.8 ડીસેમ્બરના રોજ ગોઝારા હેલીકોપ્ટરની દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોને ભાવ ભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.દિવંગત CDS જનરલ બિપિન રાવત સહિતના 13 જવાનોની યાદમાં આ કાર્યકમ યોજવામાં આવેલો હતો.જેમાં CDS જનરલ બિપિન રાવતના જીવન આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ સર્વે શહિદ જવાનોના પરિવાર વિષેની માહીતી પ્રદર્શિત કરવામાં આવેલી હતી. આ કાર્યકમ નો હેતુ પશ્ચિમી અનુકરણ કરી રહેલા યુવાવર્ગને આપણા દેશના વીરજવાનોની શહીદીનો પરિચય આપી તેમનામાં દેશદાઝની ઉન્નત ભાવના જણાવવાનો હતો.પશ્ચિમી સંસ્કૃતિની પાછળ આંધળી દોટ દોડનાર યુવાવર્ગને પ્રેરણારૂપ બને તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..