અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલની સુપુત્રીના લગ્ન પ્રસંગે કર્મચારીઓને ભેટ અપાઈ મોરબી : મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલની સુપુત્રી એલિશના શુભ લગ્ન પ્રસંગ નિમિતે તેમના તમામ ૩૫૦૦થી વધુ કર્મચારીઓને આશરે રૂ. ૬૦૦૦ની કિંમતનો શુભેચ્છા મોમેન્ટો આપવામાં આવેલ છે. હજારો અનસ્કીલ લોકોને રોજગારી આપનાર ઓરેવા ગ્રુપ વુમન ઈમ્પાવરમેન્ટ માટે પણ ગુજરાત નું ગૌરવ છે. અલગ-અલગ નાના ગામડાની અનસ્કીલ મહિલાઓને સ્વાવલંબી અને આત્મા નિર્ભર બનાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે. અનસ્કીલ કે ઓછા ભણેલ મહિલા કર્મચારી પણ બેન્કિંગ, અકાઉટિંગ, ઈમ્પોર્ટ - એક્સપોર્ટ, સર્કિટ ડિઝાઇનિંગ જેવા મહત્વના કામો ટ્રેનિંગ દ્વારા સરળતાથી ઓપરેટ કરે છે. અનેક એવોર્ડોથી સન્માનિત ઓરેવા બ્રાન્ડ લાઈટિંગ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, બેટરી સંચાલિત ઈ-બાઈક્સ જેવી ઘણી બધી પ્રોડક્ટસ નું ઉત્પાદન કરે છે અને વુમન એમ્પાવરમેન્ટમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે, જે મોરબી માટે ગૌરવની વાત છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..