ખારીપીચ નજીક બાવળની ઝાળીમાં દેશીદારૂની મીની ફેકટરી ધમધમતી હતી મોરબી : મોરબીના આમરણ ગામ નજીક ખારી પીચ તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની ઝાડીમાં દેશી દારૂની મીની ફેકટરી ઉપર મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જમાદાર ઉપનામ ધારી શખ્સ સહિત ચાર ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આમરણ ગામના ખારીપીચ વોકળાના કાઠે બાવળની ઝાડીમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા સબીર ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી, તોફીકભાઇ અશરફભાઇ બુખારી, બાબુ ઉર્ફે પ્રફુલ ઉર્ફે નઢો દિલીપભાઇ થારૂકીયા અને સુનીલભાઇ અરજણભાઇ પરમાર નામના શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. વધુમાં પોલીસે દેશી દારૂની મીની ફેકટરીમાં દરોડો પાડી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીનો ગરમ આથો લીટર-100 કિ.રૂ.200, ઠંડો આથો લીટર 1100 કિ.રૂ.2200 ભઠીના સાધનો એલ્યુમીનીયમના બકડીયા, પાટલી નળી સાથે ગેસના લોખંડના ચુલા નંગ-2 અને ઇન્ડેન કંપનીના ગેસના બાટલા નંગ-2 કી.રૂ.2000 તથા દેશી દારૂ આશરે લીટર-50 કિ.રૂ.1000 મળી કુલ કિ.રૂ.5900 ના મુદામાલ સાથે ચારેય આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..