વિચિત્ર અકસ્માતમાં રોડના કામમાં બાંધેલી દોરીમાં બાઈક ફસાતા નીચે પટકાયેલ યુવાન ઉપર અન્ય વાહન ફરી વળ્યું મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બાઈક લઈને જઈ રહેલા યુવાન રોડના કામમાં આડશ તરીકે બાંધેલી સેફટીકોનની દોરીમાં ફસાઈ પડ્યા બાદ અન્ય અજાણ્યા વાહન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. વિચિત્ર અકસ્માતના બનાવ અંગે વાંકાનેર ગાયત્રી સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વિજયભાઇ ગાંગજીભાઇ ગોરીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના મોટાભાઈ જેઠાલાલ ગોરી ઉ.વ.૪૦ વાંકાનેર મોરબી હાઇવે ઉપર બાઈક લઈને જતા હતા ત્યારે મકનસર ગામ પ્રજાપત કારખાનાની સામે રોડનું કામ ચાલુ હોય સેફટીકોનમાં બાંધેલ દોરીમાં અકસ્માતે ફસાઈ પડી જતા કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસે વિજયભાઇ ગાંગજીભાઇ ગોરીની ફરિયાદને આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..