કચ્છના કન્ટેઇનર માલિકે રાજસ્થાની ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વાંકાનેર : મોરબીથી મુન્દ્રા પોર્ટ ઉપર ટાઇલ્સ ભરેલું કન્ટેનર પહોંચાડવાને બદલ રાજસ્થાનનો ટ્રક ડ્રાઇવર કન્ટેનર ટ્રેલર વઘાસિયા ટોલનાકા નજીક રેઢું મૂકી ટ્રક એન્જીન વાળો ભાગ કે જે ટ્રેઇલર હોર્સ તરીકે ઓળખાય છે તે લઈને નાસી જતા આ વિચિત્ર બનાવમાં ટ્રક માલિકની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ મથકમાં અંજાર કચ્છના ટ્રાન્સપોર્ટર જીતેશભાઇ રતનશીભાઇ કાતરીયાએ રાજસ્થાનના બાલુકા વડીયાના ટ્રક ચાલક કલ્યાણસિંગ અર્જુંનસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ટ્રક ટ્રેઇલરનો હોર્સ એટલે કે એન્જીનવાળો ભાગ લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. વધુમાં ગત તા.12 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં ટ્રાન્સપોર્ટર દ્વારા ગાંધીધામથી સીકોરા ટાઈલ્સ ઉંચી માડલ ખાતેથી કન્ટેનર ભરી મુંદ્રા પોર્ટે પહોચડવા મોકલ્યું હતુ જે નહી પહોચાડી ટેઇલર તથા કન્ટેનર વઘાસીયા ટોલનાકા નજીક રેઢુ મુકી હોર્સ ચલાવી ડ્રાઇવર નાસી જતા આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ગઈકાલે ફરિયાદ નોંધવામાં આવી છે.જેથી ટુક સમયમાં જ નાસી છૂટેલ ટ્રક ચાલક અને ટ્રેઇલર હોર્સ ઝડપાઇ જાય તેવા સંકેતો મળી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..