જિલ્લામાં રસીકરણની કામગીરી 90 ટકા પૂર્ણ થયાનો આરોગ્ય તંત્રનો દાવો મોરબી : મોરબી જિલ્લામાં હવે ફરી કોરોનાએ દસ્તક દીધી છે. છેલ્લા બે દિવસમાં 9 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જો કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો સત્તાવાર આંક છ હજારને આંબી ગયો છે. કોરોનાના વધતા સંક્રમણના જોર વચ્ચે આરોગ્ય તંત્રએ જિલ્લામાં રસીકરણની કામગીરી 90 ટકા પૂર્ણ થયાનો દાવો કર્યો છે. મોરબી જિલ્લામાં કોરોનાનું અત્યાર સુધીનું ચિત્ર જોઈએ તો આજની તારીખ સુધીના કોરોનાના કુલ 6516 કેસ નોંધાયા છે. જેમાં હવે કોરોનાના નવ કેસ એક્ટીવ છે અને 6166 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાને લીધે 87 જેટલા લોકોના મોત થયાનું સતાવાર રીતે જાહેર થયું છે. જો કે કોરોનાથી મૃત્યુનો બિનસત્તાવાર આંક ચોંકાવનારો છે. આજ દિન સુધીમાં 4,32,493 જેટલા સેમ્પલ લેવાયા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના કોરોના રસિકરણ અધિકારી ડો.વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને મોરબી જિલ્લામાં અત્યાર સુધી રસીકરણની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ છે. જેમાં અત્યાર સુધી 7,38,428 લોકોએ પ્રથમ ડોઝ અને 5,84,416 લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે અને બીજો ડોઝ લેવામાં બાકી હોય એવા 65 હજાર લોકો છે. આ બાકી રહેલા લોકોનું પણ ઝડપથી વેકસીનેશન થાય તેવા પ્રયાસો ચાલુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..