બાળકો માટે રમતો-ડાન્સ-વેશભૂષા હરીફાઈનું આયોજન કરાયું મોરબી : રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા સમાજના બાળકો માટે વિવિધ રમતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોહાણા સમાજના ઘણા બાળકોએ ભાગ લીધો હતો.વિજેતા થનારને ઇનામો અપાય હતા. અત્યારના બાળકો શેરી-ગલીઓમાં રમાતી રમતોને ભૂલી મોબાઈલ ફોનમાં રચ્યા-પચ્યા રહે છે.બાળકો જૂની રમતો રમે અને મોબાઈલની દુનિયામાંથી બહાર આવે એ માટે રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા સમાજના બાળકો માટે રમત-ગમત,ડાન્સ અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રમત-ગમત સ્પર્ધામાં 250થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.જયારે ડાન્સ અને વેશભૂષામાં 85થી વધુ બાળકોને એન્ટ્રી આપવામાં આવી હતી.દરેક હરીફાઈમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..