આગામી તા. 2 જાન્યુઆરી સુધી વાદળછાયા વાતાવરણની આગાહી મોરબી : હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા. 2 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે ખેડૂતોએ માવઠાને પગલે જીરુંના પાકને ચરમીના રોગથી બચાવવા સાવચેતીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર ખેતઆબોહવાકીય વિભાગની હવામાન આગાહી મુજબ મોરબી જીલ્લામાં તા. 29-12-2021થી તા. 02-01-2022 દરમિયાન હવામાન ઠંડુ અને મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તા. 29ના રોજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન દિવસ દરમ્યાન 27-30 ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન 15-16 ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 53-64 અને 30-52 ટકા રહેશે. પવનની દિશા ઈશાન અને પૂર્વની રહેવાની અને પવનની ઝડપ 13થી 23 કીમી/કલાક રહેવાની શક્યતા છે. વધુમાં ખેડૂતોએ કમોસમી વરસાદ પડ્યા બાદ ચરમીના રોગથી જીરુંના પાકને બચાવવા અગમચેતી પગલાં રૂપે રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75%, વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલી તેલીયા સાબુનુ સંતૃપ્ત દ્રાવણ 10 લી. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો જોઈએ. વધુ જાણકારી માટે નજીકના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિ.) અથવા કિસાન કોલ સેન્ટર 1800 1801 551નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..