મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે ગુરુવારે યોજાવાની છે. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ ચંદુલાલ શીહોરા તેમજ સચિવ સ્થાને ડીડીઓ પી.જે.ભગદેવ ઉપસ્થિત રહેશે. આ સામાન્ય સભામાં એક કલાકની સમય મર્યાદામાં પ્રશ્નોતરીનો રાઉન્ડ ચાલશે. ત્યારબાદ જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની વર્ષ 2021-22માં કરેલ જોગવાઈ પૈકી વિકાસના કામોનું આયોજન, વર્ષ 2021-22ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં હેતુફેર કામ સુધારા કરવા, વર્ષ 2017-18 અને 2021-22ની સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોને વહીવટી મંજૂરી આપવા, વર્ષ 2021-22ની રેતી કંકરની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આયોજન કરવા તેમજ આ ગ્રાન્ટમાં હેતુફેર કામમાં સુધારા કરવા અને કામોને વહીવટી મંજૂરી આપવા, 15માં નાણાપંચનું જિલ્લા કક્ષાનું અને વર્ષ 2020-21નું બાકી રહેલું ગ્રાન્ટનું તથા વર્ષ 2021-22ની સંભવિત ગ્રાન્ટનું આયોજન કરવા અંગે નિર્ણયો લેવાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..