જીએસટી રેટ 5 ટકા કરવા મોરબી કાપડ મહાજન તથા રેડીમેઇડ ગારમેન્ટ એસો.ની માંગ મોરબી : કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં 12ને બદલે 5% જીએસટી રેટ કરી આપવા કાપડ મહાજન અને રેડીમેઇડ ગારમેન્ટ એસોસિયેશને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે તા 1/1/2022થી કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં 5%ના બદલે 12% જી.એસ.ટી લેવાનું નક્કી કરાયું છે.જે ખૂબ વધારે છે.કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ બંનેમાં આવશ્યક વસ્તુ છે. તેમજ ગરીબથી લઈને અમીર તેમજ મિડલ ક્લાસ તમામને આ લાગુ પડે છે.ત્યારે આ જીએસટી રેટનો એસોસિએશન સખત વિરોધ કરે છે.ત્યારે કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં જીએસટી રેટ 12% માંથી 5%કરી આપવા માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..