વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા નજીક આવેલ ધર્મનગર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ટીનો, બાબો સહિતના છ શખ્સોને પોલીસે 11,200ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર સિટી પોલીસે નવાપરા નજીક આવેલ ધર્મનગર સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મહેશભાઇ ઉર્ફે ટીનો દામજીભાઇ ભખવાડીયા, વિજયભાઇ દિનેશભાઇ ડાભી, મનીષભાઇ કરશનભાઇ ડાભી, નરોતમભાઇ ઉર્ફે બાબો કેશુભાઇ વાઘેલા, કમલેશભાઇ ગણેશભાઇ ડાભી અને સાદિકભાઇ અશરફભાઇ કૈડાને રોકડા રૂપિયા 11,200 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..