મોરબીના રોટરીનગરના ખુણે હીંગળાજ મેગામોલ નજીક બનેલી ઘટના મોરબી : મોરબીમાં ગુંડાગીરી માજા મૂકી રહી હોય તેવો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે જેમાં દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતા એક ઇસમે વેપારીને છરીના ઘા ઝીકી દેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ રોટરીનગરમાં દુકાન ધરાવતા અને રીલીફ નગરમાં રહેતા ફરિયાદી જેઠાનંદ ઉર્ફે જયેશભાઇ ઠાકોરદાસ કાંજીયાણીની દુકાન પાસે અર્જુનભાઇ પોપટભાઇ કુંઢીયા રહે. ભીમસર મોરબી-૨ વાળો ગાળો બોલતો હોવાથી તેમને દુકાન નજીક ગાળો ન બોલવા કહ્યું હતું. આ બાબતનો ખાર રાખી આરોપી અર્જુનભાઇ પોપટભાઇ કુંઢીયાએ જેઠાનંદ ઉર્ફે જયેશભાઇ ઉપર છરીથી હુમલો કરી ડાબા ખંભા ઉપર ઘા મારી ફેક્ચર જેવી ઇજા કરતા પોલીસે જેઠાનંદભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી આઈપીસી કલમ ૩૨૪, ૩૨૫, ૫૦૪, જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..