તાલુકા પોલીસ લાઈન મહિલા મંડળ દ્વારા દૈવી ભાગવત કથાનું આયોજનમાં સહ પરિવાર જોડાયા મોરબી : તાલુકા પોલીસ લાઈન મહિલા મંડળના સહકારથી દૈવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.કથામાં નવદુર્ગાની આરતી કરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાના એસ.પી.તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં ગીતાબેન પંડ્યાના વ્યાસાસને પોલીસ લાઈન મહિલા મંડળના સાથ-સહકારથી તાલુકા પોલીસ લાઈનમાં દૈવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ગત તા.28ને મંગળવારના રોજ નવદુર્ગાની 108 દીવાની આરતી કરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લાના એસ.પી.ઓડેદરા અને તેમના માતાશ્રી તેમજ તેમના પત્ની પ્રિયા ઓડેદરાએ પણ આરતીનો લાભ લીધો હતો.તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..