મોરબી : પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની તથા ભાનુભાઇ મેતા તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તથા મોરબી તાલુકાના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા એવં પરામર્શ બાદ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા, મહામંત્રી બચુભાઇ ગરચર તથા બચુભા રાણા દ્વારા બક્ષીપંચ મોરચા, લઘુમતી મોરચા, મહિલા મોરચાના હોદેદારોની નીચે મુજબ નિમણુક કરવામા આવેલ છે. જેમાં મોરબી તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રાઉમા આદમભાઇ, મહામંત્રી તરીકે બુખારી સરફરાજ, ઉપપ્રમુખ તરીકે નારેજા હારૂનભાઇ અને પેરાણી સમીરભાઈ, મંત્રી તરીકે સુમરા જુસબભાઈ, ચૌહાણ હનીફભાઇ, લુઢર હનીફભાઇ અને નૈડે સલીમભાઇ તેમજ કોષાધ્યક્ષ તરીકે સંધી હારૂનભાઇની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ તરીકે પ્રફુલ્લાબેન મેરજા, મહામંત્રી તરીકે મધુબેન કાવર અને ભાવનાબેન રામાવત, ઉપપ્રમુખ તરીકે કુંદનબેન પટેલ અને કાંતાબેન રાઠોડ, મંત્રી તરીકે પ્રજ્ઞાબેન ગામી, પૂજાબેન પરેચા, વર્ષાબેન રૂપાલા અને એકતાબેન રામાવત તેમજ કોષાધ્યક્ષ તરીકે સોનલબેન વણોદની વરણી કરવામાં આવી છે. વધુમાં, મોરબી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અમુભાઈ ખીમાણીયા, મહામંત્રી તરીકે મહેશભાઈ પારેજીયા અને હિરેનભાઈ સાપરિયા, ઉપપ્રમુખ તરીકે પ્રભુભાઈ નકુમ અને તરુણભાઇ ઓરિયા, મંત્રી તરીકે ગોપાલભાઈ ભરવાડ, ભરતભાઈ બતાળા, મહેશભાઈ ગરચર અને ભરતભાઈ સારેસા અને કોષાધ્યક્ષ તરીકે ભુરાભાઇ ચાવડાને જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..