મોડીરાત્રે લાગેલી આગમાં કલરશોપ ભસ્મીભૂત મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર - 2 માં આવેલ ઘડિયાળના કલરશોપમાં ગઈકાલે મોડીરાત્રે આગ લાગતા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ આગ કાબુમાં લીધી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર - 2માં આવેલ મંગલ આશિષ બિલ્ડિંગમાં ઇમરાનભાઈ નામના આસામીના કલરશોપમાં ગત મોડીરાત્રે આગ લાગતા મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી 2 મીની ફાયર ફાયટર અને 1 મોટા બ્રાઉઝરની મદદથી આગને કાબુમાં લીધી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..