યજ્ઞનો લાભ લેવા નોંધણી કરાવવી ફરજીયાત મોરબી : પતંજલિ યોગ પરિવાર મોરબી તથા ગુજરાત યોગ બોર્ડ દ્વારા 51 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ યજ્ઞમાં બેસવા માટે નોંધણી કરાવવી ફરજીયાત રહેશે. 51 કુંડી યજ્ઞમાં લોકોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે. પતંજલિ યોગ પરિવાર મોરબી તથા ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજીત અને રામદેવ મહારાજના યજ્ઞદેવના સાનિધ્યમાં યજ્ઞચિકિત્સા પ્રશિક્ષણ શિબિર ૫૧ કુંડી યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ભારત સ્વામિમાન ટ્રસ્ટના જીલ્લા પ્રભારી રણછોડભાઇ જીવાણી તથા મોરબીના યોગ ગુરૂ નરસિંહભાઇ અંદરપા,ભારતીબેન રંગપરિયા તથા રૂપલબેન શાહ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.આ યજ્ઞમાં લોકોને હાજરી આપવા જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબીમાં 51 કુંડી યજ્ઞનું આયોજન આગામી તા.31ને શુક્રવારના રોજ બપોરે 3:30 થી 6 સુધી ન્યુ આદર્શ સ્કુલ,સરદાર બાગ પાછળ,શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે.યજ્ઞમાં એક કુંડ પર એક પરિવાર માંથી બે થી ત્રણ વ્યક્તિ બેસી શકશે.મેટલની યજ્ઞકુંડની કીટ માટે રૂ.551 અને ત્રાંબાના યજ્ઞકુંડની કીટ માટે રૂ.1251 આપવાના રહેશે.આ કીટ યજ્ઞમાં બેસનાર ઘેર લઇ જઇ શકશે અને નિત્ય યજ્ઞ કરી શકશે.પરિવાર માટે રૂ.251માં સામગ્રી અને વ્યકિતગત બેસનાર માટે રૂ.100 લેખે ઘી આપવામાં આવશે. યજ્ઞમાં બેસનારે આસન તથા પાણીની બોટલ સાથે લાવવાની રહેશે.જે લોકો સંસ્થાના યજ્ઞ કુંડ ઉપર બેસવા માંગતા હોય તેમણે વ્યકિતગત રૂપિયા ભરવાના રહેશે.યજ્ઞમાં બેસવા માટે નોંધણી કરાવવી ફરજીયાત છે.નોંધણી કરાવવા માટે ભારતીબેન રંગપરીયા મો.98257 25222,રૂપલબેન શાહ મો.99793 83797,પીનલબેન મો.70164 53138,મીનાબેન મો.99792 37855,નરસિંહભાઇ મો.98983 20233 પર સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..