વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા, જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવું પરામર્શ કરીને વાંકાનેર શહેર ભાજપ કિસાન મોરચાના વિવિધ પદના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ઝાલા ક્રિપાલસિંહ ભરતસિંહ,મહામંત્રી તરીકે પટેલ મહેશભાઈ હરીલાલ,ઉપપ્રમુખ તરીકે પંડયા રણછોડભાઈ (રસીકલાલ) સવજીભાઈ અને સોલંકી દેવાયતભાઈ કાળાભાઈ (આહીર),મંત્રી તરીકે ઝાલા ક્રિપાલસિંહ સહદેવસિંહ,કણસાગરા દિનેશભાઈ મગનભાઈ,બાંભવા રામાભાઈ લીલાભાઈ,ગુગડીયા મિતુલભાઈ મનુભાઈ તેમજ કોષાધ્યક્ષ તરીકે ધરોડીયા જયંતિભાઈ મનજીભાઈની નિમણુંક કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..