મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને ભાજપના પૂર્વ પ્રમુખ ગડારાની રજુઆત મોરબી : ઔધોગિક રીતે સમૃદ્ધ મોરબી વિકાસ અને વસ્તીની દ્રષ્ટિએ મહાપાલિકાનો દરજ્જો મેળવવા સક્ષમ હોવા છતાં મોરબીને મહાપાલિકાનો દરજ્જો ન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહાપાલિકાનો દરજ્જો ન મળે તો રોડ-રસ્તા, ડ્રેનેજ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ડેવલોપમેન્ટ પ્લાન મંજુર કરવા સીએમને રજુઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીની મહાનગરપાલીકાનો દરજજો આપવા અગાઉ પણ ઘણી વખત રજૂઆત કરી હતી. મોરબી સિરામિકનું હબ હોય આશરે એક હજાર કરતા પણ વધારે સિરામિક ફેક્ટરીઓ મોરબીમાં સ્થાપિત થયેલી હોય જેથી અન્ય શહેરો તેમજ અન્ય રાજયોમાંથી કામદારો મોરબીમાં વસવાટ કરતા હોવાથી મોરબીની વસ્તી અનેકગણી વધી રહી છે. તેમજ દેશ-વિદેશથી પણ વ્યાપારીઓ ટાઈલ્સના વ્યાપાર અર્થે આવે છે. સીરામિક પ્રોડક્ટસની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયુ હોય ટ્રક જેવા ભારે વાહનોની મોટી સંખ્યામાં દરરોજ અવર-જવર રહે છે. જેથી ટ્રાફિકની પણ અતિ વિકટ સમસ્યા રહે છે. મોરબીની વસ્તી તેમજ વિકાસ તેમજ મહાનગરપાલીકાની વ્યાખ્યાને ધ્યાને લેતા મોરબીને મહાનગરપાલીકાનો દરજ્જો મળવા પાત્ર છે. તેમ છતાં જો મહાનગરપાલીકાનો દરજજો ન મળે તેમ હોય તો દિન-પ્રતિદીન શહેરનો વિકાસ થતો હોય રોડ-રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થા આયોજન મુજબ કરવા તેમજ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા ડેવલોપમેન્ટ પ્લાન (D.P.) જરૂરી હોય તાત્કાલીક ધોરણે ડેવલોપમેન્ટ પ્લાન (D.P.)ની મંજુરી આપવાની તેઓએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..