હજુ નિયમ મુજબના 90 દિવસો પુરા ન થયા હોય અને ઘણાં ખેડૂતો બાકી હોય ફરીથી ટેકાના ભાવે મગફળી ચાલુ કરવાની માંગ મોરબી : મોરબી જિલ્લામાં તંત્રએ અચાનક ટેકાના ભાવે મગફળી બંધ કરવાનો નિર્ણય જાહેર કરતા ભારતીય કિશાન સંઘ ભારે ખફા થયું છે અને કિશાન સંઘે તંત્રના આ નિર્ણયનો વિરોધ કરી હજુ નિયમ મુજબના 90 દિવસો પુરા ન થયા હોય અને ઘણાં ખેડૂતો બાકી હોય ફરીથી ટેકાના ભાવે મગફળી ચાલુ કરવાની માંગ ઉઠાવી છે. ભારતીય કિશાન સંઘે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં સરકાર દ્વારા જે ટેકના મગફળીની ખરીદી થઈ રહી હતી. તે ખરીદી અચાનક ખેડૂતોને જાણ કર્યા વગર જ તંત્રએ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તંત્રનો આ નિર્ણય એકદમ ગેરવાજબી છે. હજુ મગફળીની ખરીદીના સરકારના નિયમ મુજબ 90 દિવસો પુરા થયા નથી.તેમજ મગફળીની ખરીદીમાં હજુ મોરબી જિલ્લાના 250થી વધુ ખેડૂતો બાકી છે.જો કે હમણાં જ પુરવઠા વિભાગ સાથે સંપર્ક થતા તેઓએ મગફળીની ખરીદીમાં ખેડૂતો બાકી હોવાથી આ ખરીદી ચાલુ રખાશે તેવું જણાવ્યું હતું.ત્યારે અચાનક જ મગફળીની ખરીદી બંધ કરવાનો નિર્ણય કોઈ કાળે યોગ્ય નથી. આથી તંત્ર આ બાબતે ફેર વિચારણા કરીને નિયમ મુજબ હજુ પણ મગફળીની ખરીદી ચાલુ રાખે તેવી તેઓએ ઉગ્ર માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..