કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોનું સન્માન કરાયું મોરબી : મોરબી તાલુકાના કાંતિપુર ગામમાં સંતોની ઉપસ્થિતિમાં શાકોત્સવ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોનું સન્માન પણ કરાયું હતું. મોરબી તાલુકાના આશરે 500 લોકોની વસ્તી ધરાવતા કાંતિપુર ગામમાં દરેક ઉત્સવો ઉમંગથી ઉજવાય છે. ત્યારે કાંતિપુરમાં ગત તા. 23ના રોજ સરપંચ રમેશભાઈ બાલુભાઈ કલોલા દ્વારા સંસ્કારધામ મંદિર મોરબીના શાસ્ત્રી સ્વામી અને પુરાણી સ્વામીના સાનિધ્યમાં શાકોત્સવ તથા ધર્મસભા યોજાઈ હતી. આ સાથે ગામના નવનિયુક્ત સરપંચ અને સભ્યોનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રી સ્વામી અને પુરાણી સ્વામીના હસ્તે સરપંચનું સન્માન કરી આદર્શ ગામ બને તેવા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી, પુરાણી સ્વામી, ભક્તો તથા ગ્રામજનોનો સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સરપંચે તન-મન-ધનથી ગામમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ જાળવવા પ્રયત્ન કરવામાં આવશે, તેવી ખાતરી આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..