મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર નીલકંઠ સોસાયટી પાસે શ્રધ્ધા પાર્કના રસ્તે બે ઈસમો દારૂની હેરફેર કરતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દારૂની આઠ બોટલ સાથે એકને ઝડપી લીધો હતો જ્યારે બીજો ઈસમ નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબી શહેરના નવલખી રોડ ઉપર નીલકંઠ સોસાયટી પાસે શ્રધ્ધા પાર્કના રસ્તેથી દિલીપ ઉર્ફે ભદો નટવરભાઇ સારલા નામના શખ્સને મેકડોવેલ નંબર વન વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લીધો હતો. જ્યારે તેની સાથેનો આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા નાસી ગયો હતો. આ બનવા અંગે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી રૂ.3000નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..