જુની પેન્શન યોજનાના અમલની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા કાલે ધરણા

- text


મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવતીકાલ તા. 27ને સોમવારે જુની પેન્શન યોજનાના અમલીકરણ માટે ધરણાં કાર્યક્રમ અને ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે.

સરકાર દ્વારા વર્ષ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવેલ છે. અને નવી પેન્શન યોજના NPS ચાલુ કરેલ છે. ફિક્સ પે સળંગ નોકરીની લડત તેમજ 4200 ગ્રેડ પેની લડતની સફળતા બાદ હવે NPSને બદલે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે તેમજ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લડત શરૂ કરવા તાલુકા કક્ષાનો ધરણાં કાર્યક્રમ પૂર્ણ કરેલ છે.

હવે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ અને રાજ્ય સંઘની સૂચના મુજબ મોરબી જિલ્લા કક્ષાનો ધરણાં કાર્યક્રમ તા. 27/12/2021ને સોમવારના રોજ બપોરે 2:00 થી 5:00 કલાકે જિલ્લા પંચાયત પાસે, સો ઓરડી, મોરબી ખાતે રાખેલ છે. તો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી બહોળી સંખ્યામાં શિક્ષકોને સહભાગી બનવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આહવાન કરે છે. જે શિક્ષકો જૂની પેન્શન યોજનાનો લાભ મેળવે છે. તેઓ પણ લડતમાં સહભાગી બની સંપૂર્ણ ટેકો આપે તેવી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અપીલ કરે છે. તેમજ આ લડાઈને સોશિયલ મીડિયામાં પણ ચાલુ રાખવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હૂંબલની યાદીમાં અપીલ કરાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text