મોરબી : મોરબીના તમામ ગામડાઓમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી.જેમાં મોરબીની સૌથી મોટી ગ્રામ પંચાયત રવાપર ગામની ચૂંટણી ભારે રસપ્રદ અને ચર્ચામાં રહી હતી. જોકે અંતે લોકચાહના ધરાવતા રવાપરના સરપંચ તરીકે નીતિનભાઈ ભટાસણાએ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો હતો. અને હાલમાં નીતિનભાઈએ સરપંચના પદનો ચાર્જ સાંભળે તે પેહલા જ રવાપરના પ્રશ્નો ઉકેલવા કામે લાગી ગયા છે. મોરબીની રવાપર બેઠકની ચુટણીમાં નીતિનભાઈ ભટાસણાએ વિજય પ્રાપ્ત કર્યા બાદ હજુ ગ્રામ પંચાયતનો ચાર્જ પણ સંભાળ્યો નથી. આમ છતાં તેઓએ સ્વાગત ચોકડી થી લઈને ન્યૂયેરા સ્કૂલ સુધીનો રોડ ખુબ જર્જરિત પરિસ્થિતિમાં હોવાથી પોતે ગ્રામ પંચાયતનો ચાર્જ સાંભળ્યા વગર રોડના ખાડા બુરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને પોતે પંચાયતની ટીમ સાથે ગામ લોકોને સાથે રાખી આગામી સમયમાં રવાપરને એક આદર્શ ગામ તરીકે બનાવવાનો કોલ આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..