છેવાડાના નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી : છેવાડા નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ મોરબી તાલુકાના રંગપર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું. મોરબીના રંગપરમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યનો કોઇપણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ જેવી અનેક આરોગ્ય કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે જેનો દરેક નાગરિકે લાભ લેવો જોઈએ. ‘‘પહેલુ સુખ તે જાતે નર્યા’’ નો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ દરેકે આરોગ્ય બાબતે જાગૃત અને વ્યસન મુક્ત બનવા આહવાન કર્યું હતું. રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રંગપર ખાતેથી મોરબી તાલુકાના પાનેલી, નીચીમાંડલ તેમજ હળવદ તાલુકાના સાપડકા ગામ ખાતે રૂપિયા ૨૦-૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રના પણ વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવેલ હતાં. મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડા. રાહુલ કોટડીયાએ સ્વાગત તેમજ મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયાએ આભારવિધિ કરી હતી. જયારે કાર્યક્રાનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. ભગદેવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા અગ્રણી સર્વશ્રી જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરીયા, દિલુભા ઝાલા, કે.કે. ચાવડા, અરવિંદભાઈ વાસદડિયા, રાકેશભાઈ કાવર, શંકરદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઈ વડસોલા, સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..