મોરબી: મોરબી જિલ્લામાં આવતીકાલેનતારીખ 26 ડિસેમ્બરને રવિવારના રોજ જિલ્લાના અલગ અલગ 10 સ્થળે કોરોના રસીકરણ કરવામાં આવશે. જેમાં મોરબી તાલુકાના 3 સ્થળે,માળીયા તાલુકાના 1 સ્થળે ,વાંકાનેર તાલુકાના 3 સ્થળે ,ટંકારા તાલુકાના ૧ સ્થળે અને હળવદ તાલુકાના 2 સ્થળે કામગીરી ચાલુ રહેશે. જેમાં કોવીશિલ્ડના 1350 અને કોવેકસીનના 300 ડોઝ આપવામાં આવશે.