ચાર મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી કેમરાની મદદથી રેલવે સ્ટેશન નજીકથી અઠંગ વાહન ચોરને ઝડપી લઈ વાહનચોરીના ચાર બનાવોનો ભેદ ઉકેલ્યો છે. મોરબી શહેરના રેલ્વે સ્ટેશન પાસે એક શખ્સ સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલનો લોક ખોલ-બંધ કરતો જણાતા તુરત જ સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે શંકાસ્પદ ઇસમની તપાસ કરતા ગ્રાફીટીક લેમીનેટ કારખાનામાં હરીપરમાં કામ કરતો અને રહેતો મૂળ રહે.ધાનજ તા.કલોલ જી.ગાંધીનગર વાળા નરેન્દ્રભાઇ જયંતીભાઇ પટેલ ઉ.વ.૪૫ પાસે રહેલ એક્ટીવાના કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવતા પોલીસે પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરતા આ એક્ટિવા છ માસ પૂર્વે ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. વધુમાં પોલીસે આરોપી નરેન્દ્ર પટેલની પૂછતાછ કરતા છ મહીના પહેલા અમદાવાદ સોલા સીવીલ હોસ્પીટલમાંથી એક તથા અન્ય ત્રણ મોટર સાયકલ મોરબીમાં અલગ અલગ જગ્યાએથી ચોરેલ હોવાની આ શખ્સે કબુલાત આપતા ચારેય મોટર સાયકલ કબ્જે કરી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી નરેન્દ્ર પટેલ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૬ -૨૦૧૭માં બાઈક ચોરીના સાત ગુન્હા નોંધાયા હતા જેમાં સાત ચોંરાઉ વાહનો સાથે આરોપી ઝડપાઇ ગયો હતો. આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એસ.એમ.રાણા, પોલીસ હેડ કોન્સ. રામભાઇ મંઢ કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, ભાનુભાઇ બાલાસરા, ચકુભાઇ કરોતરા આશિકભાઇ, સમરથસિંહ ઝાલા, ભરતભાઇ હુંબલ, હસમુખભાઇ પરમાર, અરજણભાઇ ગરીયા, તથા આર્મ લોકરક્ષક કોમલબેન મિયાત્રા તથા સેફર સીટીમાં ફરજ બજાવતા, કુલદીપભાઇ સોલંકી તથા કમલેશભાઇ રબારી વગેરે દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..