ઘરે કલર કામ કરવા આવેલા શ્રમિકને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં ઘરના કલર કામ વખતે શ્રમિકથી કલરનું ડબલુ ઢોળાઈ જતા જીગાભાઈ નામના મકાન માલિકે શ્રમિકને લાકડી ફટકારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ત્રણ વિરુદ્ધ એટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક સુઝુકી શોરૂમની પાછળ કલર કામ રાખનાર જેપુર ગામના જગદીશભાઇ મોહનભાઇ મકવાણાના શ્રમિક માણસ દ્વારા કલરનું ડબલુ ઢોળાઈ જતા મકાન માલિક જીગાભાઇ પટેલ, તેમના પિતા અને ભાઈએ કલર કેમ ઢોળ્યો કહી જગદીશભાઈને લાકડી વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ટાંટિયા ભાંગી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે ફરિયાદી જગડીશભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જીગાભાઈ તેમજ તેમના પિતા અને ભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ-૩૨૩, ૫૦૬, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ),૩(ર)(૫-એ) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..