મહિલાની ફરિયાદના આધારે એટ્રોસિટી સહિતની કલમો સાથે ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : મોરબીના લાલપર ગામની સીમમા આવેલ સનમાઇકના કારખાનામા કામ કરતી મહિલાઓ જ્યારે બાથરૂમ જાય ત્યારે એક શખ્સ પાછળ પાછળ જતો હોય તેને અટકાવતા ત્રણ શખ્સોએ મહિલાના પતિ ઉપર હુમલો કરતા એટ્રોસિટી એકટ સહિતની કલમો અન્વયે ગુન્હો નોંધાયો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ગામની સીમમા આવેલ રેમ્બો-1 સનમાઇકના કારખાનામા કામ કરતા અને બૌદ્ધનગરમાં રહેતા ગૌરીબેન વાલજીભાઇ ટુંડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સંજયભાઇ વણોલ,જયદિપભાઇ વણોલ તેમજ દિનેશભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિએ આરોપી સંજયને છોકરીઓ બાથરૂમ જાય ત્યારે પાછળ શા માટે જાય છે તેમ કહી આવું ન કરવા સમજાવ્યો હતો. વધુમાં આરોપીને અટકાવતા ઉશ્કેરાઈ ગયેલા સંજય અને જયદીપે ગૌરીબેનના પતિ ઉપર હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો અને ગૌરીબેન વચ્ચે પડતા તેમને પણ માર મારી આરોપી દિનેશભાઇ પટેલે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ગૌરીબેન મોરબી તાલુકા પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ-૩૨૩,૧૧૪ તથા અનુજાતિ અને અનુ.જનજાતિ અત્યાચાર અધિનિયમ ૨૦૧૫ ની કલમ-૩(૧) (આર),(એસ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..