મોરબી : મોરબીના પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે શનિવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના પરજીયા રાજગોર બ્રહ્મસમાજ દ્વારા પરિચય પત્રિકા પુસ્તકનું વિમોચન, વિદ્યાર્થી સન્માન સમારંભ, વડીલોના આશીર્વચન, દાંડિયા-રાસ અને સ્વરુચિ ભોજન સમારંભનું આયોજન આગામી તા. 25ને શનિવારે સાંજે 5 કલાકથી નવલખી રોડ પર આવેલ પરશુરામધામ ખાતે કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ યાજ્ઞિકભાઈ ગામોટની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..