રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે નાની બરાર ગામે તંત્ર દ્વારા આયોજન માળીયા (મી.) : રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે માળીયા (મી.) તાલુકાના નાની બરારમાં મામલતદાર કચેરી દ્વારા બીલ મેળવવાના અધિકાર અંગે જાગૃતિ લાવવાના હેતુથી લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ગ્રામીણ નાગરિકોને સસ્તા અનાજના વિક્રેતાઓથી લઈ અન્ય દુકાનદારો બિલ ન આપી છેતરપીંડી કરતા હોય છે ત્યારે તા. 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિતે માળીયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે ગ્રાહકોના બીલ મેળવવાના અધિકાર પ્રત્યેની જાગૃતિ માટે મામલતદાર કચેરી, માળીયાના સ્ટાફ દ્વારા લોકસંપર્ક કરી જાગૃત કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..