મોરબી : મોરબીમાં વિનય કરાટે એકેડમી દ્વારા કરાટે કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના GIDC વિસ્તારમાં ક્રિષ્ના હોલ, પ્રસંગ હૉલની બાજુમાં વિનય કરાટે એકેડમીની નવી બ્રાન્ચ શરુ થઇ છે. વિનય કરાટે એકેડમી દ્વારા કરાટે કેમ્પમાં સ્પેશ્યલ સેલ્ફ ડિફેન્સ, જુડો, આચરી, મિક્સ માર્શલ આર્ટ કરાવવામાં આવશે. કરાટે કેમ્પ આગામી તારીખ ૩૦-૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના સાંજે ૫થી ૬ કલાકે, ૬થી ૭ કલાકે અને ૭થી ૮ કલાકે ક્રિષ્ના હોલ, પ્રસંગ હોલની બાજુમાં, જી.આઈ.ડી.સી., સનાળા રોડ, મોરબી તેમજ આગામી તારીખ ૩/૪/૫ જાન્યુઆરી સોમ, મંગળ, બુધવારે હરિ કૉમ્પ્લેક્સ, અવની ચોકડી પાસે, કેનાલ રોડ, મોરબી ખાતે સાંજે ૬થી ૭ વાગ્યે અને ૭થી ૮ વાગ્યે યોજાશે. રવિવારે સવારે બેચ રહેશે. જેનો સમય ક્લાસ દરમિયાન જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. 95862 82527, 94096 63627 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..