મોરબી : શિયાળાની ઠંડીમાં થરથરતા ગરીબ લોકો માટે મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ધાબળા વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. 'દિન જનને વિષે દયાવાન થવું' એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ગુરુકુલની સેવા પ્રવૃત્તિમાં સમર્પિત એવા વિનુભાઈ ભોરણીયા તથા અરુણભાઈ કાલરીયાના યજમાનપદે મોરબી શહેરમાં 700 જેટલાં ધાબળાનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું હતું. જ્ઞાનજીવનદાસ સ્વામી, નિર્ગુણજીવન સ્વામી વગેરે સંતો દ્વારા આ સત્કાર્ય પ્રસંગે દરિદ્ર નારાયણની સેવાનું મહત્વ સમજાવ્યું હતું અને યજમાનોને પુષ્પમાળા પહેરાવીને આશીર્વાદ પાઠવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..