મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામીક ફેકટરીમાં રહેતા યુવાનને છેલ્લા એક વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય કોઈ કારણોસર લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ફિઓન સિરામીકમાં કામ કરતા રવી મુન્ના પાલ ઉ.વ.18 નામના યુવાનને પ્રેમ સંબંધમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં મૃતક રવિને છેલ્લા એક વર્ષથી કોઈ મનીષા નામની યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું અને પ્રેમ સંબંધમાં લાગી આવતા આપઘાત કર્યાનું હાલ બહાર આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..