મોરબી : ભારતીય કિસાન સંધ પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઇ દુયાત્રાની ઉપસ્થિતીમાં મોરબી જીલ્લા ભારતીય કિસાન સંધના નવ નિયુક્ત હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા પ્રમુખ તરીકે જીલેશભાઇ બી. કાલરીયા, ઉપપ્રમુખ તરીકે ડો. બિપિનભાઇ ધોડાસરા, મંત્રી તરીકે સિણોજીયા બાબુલાલ એલ.ની, સહમંત્રી તરીકે હુસેનભાઇ સેરશીયા નિમણુક કરવામાં આવી છે. મોરબી તાલુકાના પ્રમુખ તરીકે ખંતીલભાઇ એમ. ભીમાણી, ઉપ-પ્રમુખ તરીકે બાલુભાઇ વી. પંચોટીયા, સહ ઉપ-પ્રમુખ તરીકે ભરતભાઈ કગથરા, મંત્રી તરીકે શિવલાલ બાલુભાઇ અને સહ મંત્રી તરિકે સંજયભાઈ કાનજીભાઇ સુરાણીની નિમણુક કરવામાં આવી છે. માળીયા તાલુકામાં પ્રમુખ તરીકે મનસુખભાઇ કરશનભાઈ આદ્રોજા, ઉપ-પ્રમુખ તરિકે જયંતિલાલ વાઘજીભાઇ વરસડા, સહઉપ-પ્રમુખ તરીકે કલા અનીલભાઇ મેઘજીભાઇ તથા મંત્રી તરીકે ભાડજા અમરશીભાઇ જાદવજીભાઇની વરણી કરવામાં આવી છે. વાંકાનેર તાલુકામાં પ્રમુખ તરિકે ઝાલા વાસુદ્ધસિંહ આર., ઉપ-પ્રમુખ તરીકે બાદી ઇર્શાદભાઇ તથા મંત્રી તરીકે ઝાલા મનુભાઇની વરણી કરવામાં આવી છે. ટંકારા તાલુકામાં યુવા પ્રમુખ તરિક શૈલેશભાઈ દામજીભાઇ, સદસ્ય તરીકે ઉજરીયા ચિરાગભાઇ ટી.ની નિમણુક કરવામાં આવી છે. હળવદ તાલુકામાં યુવા પ્રમુખ તરિક કિશનભાઇ પટેલ અને સદસ્ય તરીકે હાર્દિકભાઇ પટેલ તથા નવઘણભાઇ દલવાડીની નિમણુક કરવામાં આવી છે. ભારતીય કિસાન સંધના આગેવાનોએ આજ ખાસ રાષ્ટ્રીય કિસાન દિવસ નિમીતે નવી વરણી થયાની સાથે જ કૃષી વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ કૃષી વિજ્ઞાન કેન્દ્રનો જે કાચો રસ્તો છે. ત્યાં પાકો રસ્તો બનાવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..