કોવિડના નવા વેરીયન્ટ ઓમિક્રોન અંગે બાળકોના વાલીઓ તથા શાળાઓને જરૂરી સુચનો આપતા મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા ઓમિક્રોનના આતંકથી ડરો નહી, સાવચેત બનો મોરબી : સમગ્ર વિશ્વમા કોરોના વાયરસે છેલ્લા બે વર્ષથી હાહાકાર મચાવ્યો છે ત્યારે તાજેતરમા કોવિડનો નવો વેરીયન્ટ ઓમિક્રોન વિશ્વના મોટાભાગના દેશોમા ફેલાઈ રહ્યો છે. ભારત દેશ પણ તેમા બાકાત નથી. ગુજરાત સહીત વિવિધ રાજ્યોમા ઓમિક્રોનનો પગપેસારો થઈ ચુક્યો છે. બીજી બાજુ શાળાકીય શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે આ સંજોગોમા વાલીઓ તથા શાળા સંચાલકોને ચિંતા સતાવી રહી છે. ઓમિક્રોન શું છે? કોને ચેપ લાગવાની શક્યતા વધુ છે? ઓમિક્રોનથી કઈ રીતે બચવુ? વાલીઓ તથા શાળાએ કઈ કઈ તકેદારીઓ રાખવી? વગેરે બાબતો અંગે મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા એ જનજાગૃતિ ભાગરૂપે જરૂરી સુચનો જણાવ્યા છે. ઓમિક્રોન એ કોવિડના એક વેરિયન્ટનો પ્રકાર છે. જેના ફેલાવાની ઝડપ બીજા વેરિયન્ટ કરતા વધુ છે પરંતુ તે બીજા વેરિયન્ટ જેટલો જીવલેણ નથી. સમગ્ર વિશ્વમા ઓમિક્રોનથી થતા મૃત્યુનુ પ્રમાણ ખુબ જ ઓછુ છે. તેથી ડર્યા વગર સાવચેતી રાખી, હકારાત્મક અભિગમ રાખી ઓમિક્રોનના આતંક સામે લડી શકાશે. કોને ઓમિક્રોનનો ચેપ લાગવાની શક્યતા વધુ છે? -૫ થી ૧૦ વર્ષના બાળકો કે જેમનુ બાળ રસીકરણ પૂર્ણ નથી થયુ. -દરેક ઉંમરના લોકો જેમણે કોવિડ રસીકરણના બંને ડોઝ પૂર્ણ નથી થયા. -એવી વ્યક્તિઓ કે જેમણે પ્રથમ અથવા બીજી લહેરમા કોવિડનો ચેપ લાગ્યો નથી. ઓમિક્રોનના લક્ષણો -ઓમિક્રોન એ ડેલ્ટા પ્લસ કરતા અલગ પ્રકારનો વેરિયન્ટ છે. તે જીવલેણ નથી પરંતુ ફેલાવો ઝડપથી થાય છે. એમિક્રોનના લક્ષણોમા સામાન્ય શરદી, સામાન્ય તાવ, ગળામા દુખાવો, પરસેવો વળવો, સ્વાદ કે ગંધ ન પારખી શકવા, માથામા દુખાવો જેવા સામાન્ય લક્ષણો મોટાભાગના દર્દીઓમા જોવા મળ્યા છે. બાળકો મા તાવ, માથુ દુખવુ, શરદી જેવા લક્ષણો જોવા મળે છે. શુ શૈક્ષણિક કાર્ય પૂન: બંધ કરવુ જરૂરી છે? -ના, શૈક્ષણિક કાર્ય બંધ કરવા ની કોઈ આવશ્યકતા નથી. શાળા તથા વાલી દ્વારા સલામતી અંગે સાવચેતી રાખવાથી ઓમિક્રોન ને અટકાવી શકાશે. બાળકોમા ઓમિક્રોનના ફેલાવા ને કઈ રીતે અટકાવી શકાય? -કોવિડના કારણે જે બાળકોનુ ન્યુમોનિયા, ફ્લુ વગેરેનુ વેક્સિનેશન બાકી છે તે સત્વરે કરાવવુ. -સ્તનપાન કરાવતી માતા એ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ -ઘર ના દરેક ૧૮ વર્ષથી મોટી ઉંમર ના સભ્યોનુ કોવિડ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ -શાળામા શૈક્ષણિક તથા બીન શૈક્ષણિક સ્ટાફનુ વેક્સિનેશન ફરજીયાત પૂર્ણ કરાવવુ -ઘર તથા શાળાના બારી-બારણા ખુલ્લા રાખવા, એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવા -શાળામા સામાજીક અંતર જાળવી બાળકોને બેસાડવા -બાળકો પોતાની પાણીની બોટલ તથા નાસ્તો ઘરેથી જ લાવે તેમજ તેનુ શેરીંગ બીજા બાળકો સાથે ન કરે તેની તકેદારી રાખવી -બાળકો સેનિટાઈઝર તથા માસ્ક પહેરવા અંગે સમજ આપવી -દરેક લેક્ચરમા શિક્ષકોએ ક્લાસમા પ્રવેશતાની સાથે સેનિટાઈઝર કઈ રીતે લગાવવુ તેમજ માસ્ક કઈ રીતે પહેરવુ તેની પ્રેક્ટીકલ સમજ બાળકો ને આપવી -જે બાળકોને શરદી-ઉધરસ થઈ હોય તેવા બાળકો એ ૪-૫ દીવસ શાળા એ ન જવુ. તે અંગે વાલી તથા શાળા એ જાગૃત બનવુ -જાહેર મેળવવાઓ, ભીડ વાળી જગ્યાઓ પર બાળક ને ન લઈ જવા -કોઈ સ્કુલના સ્ટાફ કે બાળકોમા કોવિડ કેસ આવે તો તાત્કાલીક ધોરણે થોડા દીવસ માટે શાળા બંધ કરવી -બાળકોમા શરદી-ઉધરસ, તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો -બાળકો મા હેન્ડવોશની સમજ કેળવવી. ઉપરોક્ત તકેદારીઓ રાખી બાળકોને ઓમિક્રોનથી બચાવી શકાશે. ઓમિક્રોનથી બચવાનો એક માત્ર ઉપાય SMS એટલે કે, S-Sanitizer, M-Mask અને S-Social distance.ઓમિક્રોનથી ગભરાવવાની જરૂર નથી. સમયસર સાવચેતી, સલામતી તથા સારવાર દ્વારા તેને નાથી શકાય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..