છ-છ ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યા ચૂંટણી જંગના અંતે ભટાસણાએ બાજી મારી મોરબી : મોરબીથી બે કિમિની અંતરે આવેલા રવાપર ગામમાં મોરબી શહેરને આંટી મારે તેવું રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડેવલપમેન્ટ થાય છે. રવાપર ગામમાં મોટી માત્રામાં બહુમાળી ઇમારતોના ડેવલપને કારણે આ બિલ્ડીંગની મંજૂરી મેળવવા માટેની મલાઈ તારવવા આ વખતે પણ ગામઘણી એટલે કે સરપંચ પદ માટેની ચૂંટણીનો ભારે રસાકસી અને પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાયો હતો જેમાં આગોતરું આયોજન કરી ચૂંટણી જંગમાં ઉતરેલા નીતિન ભટસણા સરપંચ પદ મેળવવામાં સફળ રહ્યા છે. મોરબીની અડીને આવેલા રવાપર ગામમાં મોટા મોટા ઉધોગપતિઓ તેમજ વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ સહિતના મોટાભાગના લોકો શિક્ષિત અને સમજુ છે. એટલે સરપંચની ચૂંટણીમાં પ્રતિષ્ઠિત ઉમેદવાર હોય એને જ વિજેતાની તાજપોશી થતી હોય સરપંચ પદ માટે આ વખતે હોડ જામી હતી અને સરપંચ પદ માટે છ-છ ઉમેદવારો વચ્ચે કસોક્સનો ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે ચૂંટણીના પરિણામમાં જગદીશભાઈ ભગવાનજીભાઈ આધારા અને નીતિન રૂગનાથભાઈ ભટાસણા વચ્ચે છેલ્લે સુધી કાંટે કી ટક્કર રહ્યા બાદ નીતિન રૂગનાથભાઈ ભટાસણા વિજેતા થયા હતા. જગદીશભાઈને 2411 મત અને નીતિનભાઈને 3145 મત મળતા 734 મતે નીતિનભાઈ રવાપરના નવા ગામઘણી બન્યા છે. જો કે નીતિનભાઈની સામે ચૂંટણી લડતા તેમના સગા ફઈના દીકરા નિલેશ હરજીવન કાલરીયાની હાર થઈ હતી. બોક્સ સરપંચ પદના છ ઉમેદવારોમાં કોને કેટલા મત મળ્યા 1) નીતિન ભટાસણા- 3154 મત (વિજેતા) 2) અમરશીભાઈ રંગપરિયા -107 મત 3) ગોપાલભાઈ કાસુન્દ્રા-664 4) જગદીશભાઈ અધારા-2411 5) ધમેન્દ્રકુમાર અધારા-922 મત 6) નિલેશભાઈ કાલરીયા-1227 મત મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..