મોરબી: હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે તાજેતરમાં મળી હતી.જેમાં મોરબી જિલ્લાના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી. હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ સમિતિની મળેલી આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ પ્રભારી યોગી દેવનાથબાપુ, અરવિંદ ગીરીબાપુ ,પ્રદેશ પ્રચારક હર્ષભાઈ પંડ્યા,સાધુ-સંતો તેમજ દરેક જિલ્લાના પદાધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.ત્યારે હિન્દુ યુવા વાહિની મોરબીના જિલ્લા અધ્યક્ષ કૌશિક ઠાકર, જિલ્લા ઉપાધ્યક્ષ પાર્થ ભટ્ટ, સહમંત્રી કેતન ચીખલીયા, જિલ્લા પ્રચારક કૃષ્ણસિંહ જાડેજા, તેમજ મીડિયા પ્રભારી પુનિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગૌરક્ષા,લવજેહાદ જેવા અનેક મુદ્દાઓ અને આગળની કાર્યવાહીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.