મોરબીના જાંબુડિયા નજીક રસ્તો ઓળંગતા યુવાન, ખોખરા હનુમાનજી રોડ ઉપર સગીર અને ટંકારા લતિપર ચોકડીએ વૃધ્ધને ઠોકરે ચડાવી વાહન ચાલક પલાયન મોરબી : મોરબી જિલ્લામાં બેફામ દોડતા કાળમુખા વાહનો નિર્દોષ લોકોને કચડી નાખી નાસી છૂટવાના બનાવોમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે ત્રણ અલગ - અલગ હિટ એન્ડ રનની ઘટનામાં સગીર, યુવાન અને વૃધ્ધાને હડફેટે લઈ મોત નિપજાવી વાહન ચાલકો નાસી છૂટતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. હિટ એન્ડ રનની પ્રથમ ઘટનામાં ગઈકાલે મોરબી થી વાંકાનેર રોડ ઉપર જાંબુડીયા ગામે દશામાંના ગેટ પાસે રસ્તો ઓળંગી રહેલા અશોકભાઈ નામના યુવાનને અજાણ્યા વાહને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મૃત્યુ નિપજતા તેમના કૌટુંબિક ભાઈ રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુશ્વાહે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જીવલેણ અકસ્માતના બીજા કિસ્સામાં મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાનજી મંદિર તરફ જતા રોડ ઉપર અજાણ્યા વાહને પગપાળા જઈ રહેલા મૂળ બિહારના વતની સંતકુમાર સત્યેન્દ્રસિંહ ઉ.17ને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવતા મૃતક સંતકુમારના પિતા સત્યેન્દ્રસિંહ શિવનાથસિંહ રાજપુતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે હિટ એન્ડ રનના ત્રીજા કિસ્સામાં ટંકારા લતિપર ચોકડી નજીક રોડ ઉપર ચાલીને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની મનીબેન લીંબાભાઇ ભુરીયાને અજાણ્યા વાહને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવતા પોલીસે મૃતકના પુત્ર કૈલાશભાઇ લીંબાભાઇ ભુરીયાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..