સાડા ત્રણ વર્ષના લગ્ન જીવનમાં જ અંતિમ પગલું ભરી લેતા તપાસ શરૂ મોરબી : મોરબીના ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર નવયુગ સ્કૂલ પાછળ રહેતા વૃંદાબેન કેયુરભાઇ પીઠવા, ઉ.વ ૨૯ નામના પરિણીતાએ પોતાના ઘેર બાથરૂમમાં દુપટા વડે ગળેફાંસો ખાઈ લઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના સાડા ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..