હળવદ : હળવદમાં ભાગીદારે નફાની વહેંચણી પેટે આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે આરોપી એવા ભાગીદારને નિર્દોષ જાહેર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરીકે ફરિયાદી મનીષભાઈ પટેલ અને આરોપી અશોકભાઈ પટેલ કાર્યરત હતા. ફરિયાદીએ નફા પેટે રૂ. 75 લાખનો ચેક આપ્યો હતો.જે પરત ફરતા કેસ નોંધાયો હતો. આ કેસ હળવદ કોર્ટમાં ચાલી જતા આરોપી પક્ષના એડવોકેટ સુખદેવસિંહ ઝાલા તથા વિશાલ રાવલની ધારદાર દલિલો ધ્યાને રાખી કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..