ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે નગરપાલિકા તંત્ર, પશુપાલન વિભાગ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું, ગેરકાયદે નોનેવેજ વેંચતા 20 જેટલા ધંધાર્થીઓને નોટિસ ફટકારી મોરબી : મોરબીના શક્તિવાસ ચોક પાસે આવેલ ખાટકીવાસમાં ગેરકાયદે નોનવેજ વેચાતું હોવાની સ્થાનિકોની ફરિયાદ સંદર્ભે આજે ખાટકીવાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું હતું.જો કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે નગરપાલિકા તંત્ર, પશુપાલન વિભાગ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું અને ગેરકાયદે નોનેવેજ વેંચતા 20 જેટલા ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે. મોરબીના શક્તિવાસ ચોક ખાટકીવાસમાં ગેરકાયદેસર માસ-મટન સહિતના નોનવેજનું વેચાણ થતું હોય સ્થાનિકોને ભારે મુશ્કેલી પડતી હોવાથી સ્થાનિકોએ ફરિયાદ કરતા આજે સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નગરપાલિકા તંત્ર, પશુપાલન વિભાગ અને પોલીસ દ્વારા ખાટકીવાસ અને શક્તિચોકમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, ફૂડ ઇન્સ્પેકટર સી. કે. નિમાવત, ફૂડ ઇન્સ્પેકટર એમ.એમ. છત્રોલા, પશુપાલન વિભાગના એ. એન. કાલરીયા, પાલિકાના કૃષ્ણસિંહ જાડેજા તેમજ પોલીસ સહિતની ટીમ દ્વારા શક્તિચોક અને ખાટકીવાસમાં નોનવેજ વેંચતા લોકો પાસે લાયસન્સ છે કે કેમ તરની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે સ્થાનિકોની અરજી અંગે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ લાયસન્સ વગર નોનવેજ વેંચતા 20 જેટલા ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે અને જે લોકો પાસે લાયસન્સ ન હોય તેમને લાયસન્સ કેવી રીતે મેળવવું તેની પ્રક્રિયા અને સફાઈ સહિતની જાળવણી રાખવાની પણ તાકીદ કરાઈ છે. હવે પછી આ વિસ્તારમાં લાયસન્સ હશે તે લોકોને નોનવેજ વેચવા દેવાશે અને બીજા ગેરકાયદે હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..